Skip to main content
Settings Settings for Dark

માઉન્ટ આબુ ગયેલા ખંભાતના પર્યટકોને અકસ્માત નડ્યો, સાંસદ મિતેશભાઈ પટેલે અકસ્માતની ઘટના અંગે વિગતો મેળવી

Live TV

X
  • ઈજાગ્રસ્તોને માઉન્ટ આબુની ગ્લોબલ-સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા

    માઉન્ટ આબુ ફરવા માટે ગયેલા ખંભાતના પર્યટકોની બસને રવિવારે સાંજે આબુ રોડ સ્થિત આરણા હનુમાન મંદિર પાસે અકસ્માત નડ્યો હતો..જોકે, આ અકસ્માતમાં અસંખ્ય પ્રવાસીઓને શરીરે વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી..જ્યારે એકનું મોત નીપજ્યુ છે..ગત પહેલી જાન્યુઆરીના રોજ ખંભાતના ફીણાવ ગામથી ત્રીસ લોકોનું જૂથ મીની બસ કરીને માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. બસમાં 25 પ્રવાસીઓ સવાર હતા અને પાંચ  રસોઈયા-ડ્રાઈવર અને કન્ડક્ટરનો સ્ટાફ હતો. દરમિયાન રવિવારે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ માઉન્ટ આબુથી પરત આણંદ તરફ આવવા માટે નીકળ્યા હતા. તેમની બસ માઉન્ટ આબુ રોડ સ્થિત આરણા  હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહી હતી.આ ઘટનામાં કન્ડક્ટરનું મોત નીપજ્યુ છે..

    તમામ પર્યટકો ચરોતરના હોવાથી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે અકસ્માતના વિગતો મેળવી હતી..સાંસદે બનાસકાંઠા અને માઉન્ટ આબુના સ્થાનિક જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે વાત કરી હતી..ઘાયલોને જલ્દી જલ્દી સારવાર મળે તેવા પ્રયાસો કર્યા હતા..મિતેશભાઈએ જણાવ્યુ હતુ કે બનાસકાંઠા તાલુકા વિકાસ અધિકારી તથા મેડિકલ ઓફિસર સાથે વાતચીત કરી છે..અને તે પણ સ્થળ પર જવા રવાના થઈ રહ્યા છે.અને પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમાર સાથે આ અકસ્માત અંગે જાણકારી આપી હતી..સરકાર તરફથી તમામ સંભવ મદદની ખાતરી મળી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply