શિક્ષણ મંત્રી IITE ના ટેલેવિઝન પ્લેટફોર્મ શિક્ષાર્થનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
શિક્ષાર્થમાં શિક્ષક પ્ર-શિક્ષણ માટેના કાર્યક્રમોનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર 1 પરથી કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITE ના ટેલેવિઝન પ્લેટફોર્મ શિક્ષાર્થનો પ્રારંભ કરાવ્યો છે.
શિક્ષાર્થમાં શિક્ષક પ્ર-શિક્ષણ માટેના કાર્યક્રમોનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર 1 પરથી કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ બાયસેગના માધ્યમથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે IITE ના કુલપતી ડૉક્ટર હર્ષદ પટેલને અભિનંદન આપ્યા હતા. શિક્ષણ મંત્રીએ કોરોનાના કપરા કાળમાં શિક્ષણ વિભાગના સહૂએ એક ટીમ તરીકે કાર્ય કરીને શિક્ષણ પ્રક્રિયાને અસર ન થાય તે માટે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને રાજ્યમાં દરેક સ્થળે શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
શિક્ષણ મંત્રીએ શિક્ષાર્થ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઈને તેનો અસર કારક ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યની તમામ બી.એડ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમને લગતા કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ પરથી જોઈ શકશે.
