માધવસિંહ સોલંકીના નિધન પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ, આજના કાર્યક્રમો રદ્દ કર્યા
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજના મહિસાગર જિલ્લાના કાર્યક્રમો કર્યા રદ્દ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ તેઓનો જન્મ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ..
પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યુ છે કે
"માધવસિંહ સોલંકીજી એક પ્રચંડ નેતા હતા, જેમણે દાયકાઓ સુધી ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, સમાજ પ્રત્યે તેમની સમૃદ્ધ સેવા કરવા માટે તેમને યાદ કરવામાં આવશે, તેમના નિધનથી દુઃખ થયુ, તેમના પુત્ર ભરત સોલંકીજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી" - PM નરેન્દ્ર મોદી
"રાજકારણ ઉપરાંત માધવસિંહ સોલંકીજીને વાંચવાનો શોખ હતો સંસ્કૃતિ પ્રત્યે ઉત્સાહી હતા , જ્યારે પણ હું તેમને મળતો અથવા તેમની સાથે વાત કરતો, અમે પુસ્તકોની ચર્ચા કરતા અને તેઓ મને તાજેતરમાં વાંચેલા નવા પુસ્તક વિશે કહેતા, અમારી વચ્ચે થયેલી વાતચીત હંમેશા યાદ રાખીશ" - PM નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાદુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે..મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે
.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
