CM રૂપાણીએ અમરેલી જિલ્લાને આપી મોટી ભેટ, બગસરા પ્રાંતની રચના કરવા આપી લીલીઝંડી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્લાને એક ભેટ આપી છે.. જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવા ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્લાને એક ભેટ આપી છે.. જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવા ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કર્યો છે.. અત્યાર સુધી અમરેલી પ્રાંતમાં સમાવિષ્ટ બગસરા હવે નવો પ્રાંત બનશે... નવા બગસરા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2021થી નવો બગસરા પ્રાંત કાર્યરત થશે...
