રાજ્યમાં નવા 685 કેસ નોંધાયા, તો નવા 3 દર્દીઓના મોત
Live TV
-
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે નવા 685 કેસ નોંધાયા છે, તો 892 નવા દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 95.02 ટકા થયો છે. રાજ્યની 6 કરોડથી વધુ જનતા પૈકી 1,00,53,558 કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 8149 છે, જેમાંથી 61 વેન્ટિલેટર પર છે અને 8088 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં નવા 3 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 4335 પર પહોંચી ગયો છે.
