કડીમાં સૌ પ્રથમ લર્નિંગ સેન્ટરની શરૂઆત, દાતાઓ તરફથી નવા ટીવી મળ્યાં
Live TV
-
મહેસાણા જિલ્લાના કડીમાં રાજ્યના સૌ પ્રથમ લર્નિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ લર્નિંગ’ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર પર ધોરણ ૧ થી ૧૨ નું શૈક્ષણિક પ્રસારણ કરવામાં આવે છે. આ પ્રસારણ ૧૧ ગામના વિદ્યાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાળકો પાસે જરૂરી ડિજીટલ ઉપકરણોની વ્યવસ્થા નથી તેવા બાળકો સાથે શાળાના તમામ બાળકો પોતાના જ મહોલ્લા - શેરીમાં શૈક્ષણિક પ્રસારણ નિહાળી શકે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
સાથે જ ‘વિદ્યા અર્થે પવિત્ર દાન’ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દાતાઓની મદદથી ૨૦ નવા LED , ૩૦ DTH તથા ૧૦ જૂના ટી.વી.દાન સ્વરૂપે મેળવી સૂરજ ક્લસ્ટરની ૧૧ શાળાઓમાં ૩૦ જેટલા ‘લર્નિંગ સેન્ટર’નું નિર્માણ કરવામાં આવ્યું છે.
