માર્ક પેટન્ટ સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે 18મું વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌધિક સંપત્તિ સંમેલન યોજ્યું
Live TV
-
ટ્રેડમાર્ક પેટન્ટ કોપીરાઇટ અને ડિઝાઇન જેવી બૌધિક સંપત્તિના અધિકારો માટે કાર્ય કરતી માર્ક પેટન્ટ સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે 18મું વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌધિક સંપત્તિ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં પર્સી અવારીએ બૌધિક સંપત્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.
જ્યારે મિસ પમેલા અર્ટેગાએ ભારત તેમજ કોલંબિયામાં આઇપીઆરના વિસ્તરણ અને તેની આર્થિક વિકાસમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ડૉક્ટર ઓમકાર આચાર્યએ ઉદ્યોગ સાહસીકોને અદ્યતન ટેકનોલોજી સર્જનાત્મક ઉકેલો અને મજબૂત આઇપીઆર રણનીતિ અપનાવવા પર ભાર મુક્યો હતો.
