મિલકત વેરો ભરવા માટે ખાસ છુટછાટ
Live TV
-
સિવિક સેન્ટરમાં 9 વાગ્યા સુધી વેરો ભરી શકાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા ભરવા માટે શહેરીજનોને ખાસ છુટછાટ આપવામાં આવી છે, ત્યારે આજે મિલકત વેરા ચુકવવા માટે શહેરના સિવિક સેન્ટર ખાતે રાત્રે 9 વાગ્યા સુધી વેરો ભરી શકાશે. મિલકત વેરામાં કોમર્શિયલ મિલકતમાં 50 ટકા રહેણાંક મિલકતમાં 70 ટકા તથા ચાલી અને ઝુંપડપટ્ટીમાં 100 ટકા વ્યાજમાં રાહત આપવામાં આવી છે. વ્યાજ રાહતનો લાભ લેવા નાગરિકોએ વેરા ભરવામાં આવ્યા છે. જેનાથી કોર્પોરેશનને અત્યાર સુધી 800 કરોડથી વધુ આવક થઇ છે. સાથે મિલકત વેરો મિલકતોને શીખ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.