રાજયસભાની ચાર બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ વિજેતા
Live TV
-
અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલા સભ્યોએ ફોર્મ પરત ખેચ્યા.
બુધવારે ગુજરાતની ગરિમાને લાજવતા દૃશ્યો વિધાનસભામાં ભજવાયા બાદ ગુરુવારે ભાજપ અને કોંગ્રેસ બંને એ રાજ્યસભાની ચૂંટણી માટે બંધ બારણે બેઠક કરી સમજૂતી સાધી લીધી હતી. આ મુજબ બંને પાર્ટીના ચારેય ઉમેદવારો બિનહરીફ રીતે રાજ્યસભા માટે વિજેતા ઘોષિત થશે. આગામી 23 માર્ચના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાશે. જોકે ગુરુવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભાજપના પૂર્વ એમએલએ કિરીટસિંહ રાણાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેની સાથે સાથે કોંગ્રેસ સમર્થિત પૂર્વ આઈ.એ.એસ. પી.કે. વાલેરાએ પણ ફોર્મ પાછું ખેંચ્યું છે. આમ આ ચૂંટણીમાં ચારેય બેઠકો બિન હરિફ થઈ ગઈ છે. જેમાં બે બેઠકો કોંગ્રેસ અને બે બેઠકો ભાજપને મળશે. આમ હવે બીજેપીમાંથી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસમાંથી નારણ રાઠવા અને ડૉ.અમી બેન યાજ્ઞિક રાજ્યસભામાં જશે.