મુંદ્રા - 30 લાખ ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સ્ટીલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રીએ ફેસબુક પર લખ્યુ છે કે મુંદ્રા વિસ્તારમાં આટલા મોટા રોકાણના કારણે કચ્છના વિકાસનું ભાગ્ય નવેસરથી લખાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના મુન્દ્રા પાસે કુંદરોડી અને રતાળિયા ગામ પાસે આગામી પાંચ વર્ષમાં રૂ. 15 હજાર કરોડના રોકાણથી સ્થપાનારા વાર્ષિક 30 લાખ ટનની ઉત્પાદન ક્ષમતાવાળા સ્ટીલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ખાતમૂહુર્તના ફોટા પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા છે..દોઢ હજારથી વધુ લોકોએ લાઈક કર્યા છે..મુખ્યમંત્રીએ ફેસબુક પર લખ્યુ છે કે મુંદ્રા વિસ્તારમાં આટલા મોટા રોકાણના કારણે કચ્છના વિકાસનું ભાગ્ય નવેસરથી લખાશે. નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને અથાક મહેનતના કારણે કચ્છ વિકાસના પાટા ઉપર ફરી બેઠું થયું અને પૂરપાટ ઝડપે દોડવા લાગ્યું છે.