મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવવામાં આવેલી આ રકમમાંથી અમદાવાદમાં રોડ રિ-સરફેસિંગ, માઇક્રો સરફેસિંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો માટે ૩પ૪.૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ અને મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતર માળખાકીય વિકાસના ૬ કામો માટે ૮પ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ર રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે ૮ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આમ બહુવિધ વિકાસ કામો માટે રૂપિયા ૭૦ર કરોડની રકમની ફાળવણીને કારણે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.
