મુખ્યમંત્રીએ યુવાશકિતને વ્યાપક રોજગાર અવસરો માટે મેગા જોબ ફેરનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશકિતને વ્યાપક રોજગાર અવસરો આપવા મેન્યૂફેકચરિંગ સેકટર સાથે સર્વિસ સેકટરને પણ જોબ ક્રિયેશન ક્ષેત્રે સાંકળી લેવાની નેમ વ્યકત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશકિતને વ્યાપક રોજગાર અવસરો આપવા મેન્યૂફેકચરિંગ સેકટર સાથે સર્વિસ સેકટરને પણ જોબ ક્રિયેશન ક્ષેત્રે સાંકળી લેવાની નેમ વ્યકત કરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલમાં કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે મેગા જોબ ફેરનો પ્રારંભ કરાવ્યો હતો. આ જોબ ફેર દ્વારા એક જ છત્ર નીચે એક સાથે 1700 યુવાઓને રોજગાર અવસરો ઉપલબ્ધ કરાવવાના આ ઉપક્રમને તેમણે બિરદાવ્યો હતો. સાથે જ તેમણે સી. આઇ. પટેલ ઇગ્લીંશ મીડીયમ સ્કુલના ઓડિટોરિયમનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ તકે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત છેલ્લા 15 વર્ષથી રોજગારી આપવામાં નંબર-વન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સમગ્ર દેશમાં એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ દ્વારા અપાતી રોજગારીમાં ગુજરાત એકલું 74 ટકા રોજગાર આપે છે.