મુખ્યમંત્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી
Live TV
-
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજકોટમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા, સતત વધી રહેલા કેસોને જોતા ધનવંતરી રથમાં કરાયો વધારો, વધતા કેસોને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં દવા, મેડિકલ સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ, ખાનગી હોસ્પિટલો વઘુ ચાર્જ લે તો તે માટેનો હેલ્પલાઈન નંબર કર્યો જાહેર.
રાજકોટમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે CM ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કોવિડ-19 હોસ્પિટલમાં ખાસ કરીને બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અહીં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળક ઓક્સિજન પર છે. મુખ્યમંત્રીએ સિનિયર તબીબોને દિવસમાં બે વખત આઈસીયુમાં મુલાકાત લેવા સુચના આપી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે, ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ. મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ મારફતે હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટર્સ, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ, સિનિયર IAS અધિકારી રાહુલ ગુપ્તા, મિલનદે તોરવણે, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.