અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની આજથી પરીક્ષા શરુ
Live TV
-
જીટીયુની ત્રીજા તબક્કાની પરીક્ષા 21 સપ્ટેમ્બરે યોજાશે
આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા શરૂ છે..કોરોના સંક્રમણને કારણે જુદા જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. જેમાં 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આજે લૉ અને માસ્ટર્સના કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અપાશે. સાથે જ એક બેંચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષા લેવામાં આવશે.
તો આ તરફ જીટીયુની ઓફલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ન કરાવી શકનારા વિદ્યાર્થીઓે માટે 21મી સપ્ટેમ્બરથી ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થશે. જુલાઈ અને ઓગસ્ટ એમ બે મહિનામાં બે તબક્કામાં આયોજિત ઓનલાઇન પરીક્ષા ના આપી શકનારા વિદ્યાર્થીઓને આ ઓનલાઇન પરીક્ષા આપવાની અંતિમ તક છે.ત્રીજી તબક્કાની ઓનલાઇન પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ 3 સપ્ટેમ્બર, ગુરુવારથી 8 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જીટીયુની વેબસાઈટના સ્ટુડન્ટ પોર્ટલ પર જઈને પરીક્ષા માટે સંમતિ આપીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.