Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત

Live TV

X
  • સમગ્ર ગુજરાતમાં 2025ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. 

    આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે. 

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.

    વર્ષ 2025માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે. 

    આ ઉપરાંત “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી થશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની 150મી જયંતી નિમિત્તે ગુજરાતમાં વર્ષ 2025ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે.

    આ બધા જ ઉજવણી કાર્યક્રમોને વધુ લોકભોગ્ય અને પ્રજા સહભાગીતા પ્રેરિત બનાવવા વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના સમયબદ્ધ આયોજનની વિગતવાર પ્રસ્તુતિ મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ આ બેઠકમાં કરવામાં આવી હતી. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉજવણી કાર્યક્રમોને પરસ્પર સાંકળી લઈને સમગ્રતયા ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. 

    રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહિત 28 સભ્યોની આ સ્ટીયરીંગ કમિટીમાં રજૂ થયેલ પ્રેઝન્ટેશનને વધુ વ્યાપક અને જનભાગીદારી સભર બનાવવાના હેતુસર ઝીણવટપૂર્વક અભ્યાસ અને યોગ્ય સુધારાઓ માટે પ્રેરક સૂચનો પણ મુખ્યમંત્રીએ કર્યા હતા.

    સંવિધાનનો અમૃત મહોત્સવ અને આપાતકાલના ૫૦ વર્ષની ઉજવણી સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર આલોક પાંડેએ મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply