મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ કમિશ્નરની નિમણૂંક
Live TV
-
મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ રવીન્દ્ર ખતલેને મહેસાણા મહાનગરપાલિકાના કમિશ્નર બનાવાયા છે. મહત્વનું છે કે, મહેસાણા સહિત રાજ્યનાં 9 શહેરોને મહાનગરપાલિકા નો દરજ્જો મળતા મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે મહેસાણાના બન્ને સાંસદ મયંક નાયક તેમજ હરિભાઈ પટેલે મુખ્ય મંત્રીનો આભાર માન્યો હતો.
મહેસાણા નગરપાલિકા વિસ્તાર સાથે ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ થઈને મહેસાણા મહાનગરપાલિકા બની છે જેની સરકારે સત્તાવાર જાહેરાત પણ કરી છે.
મહેસાણાનાં રાજ્યસભાનાં સાંસદ મયંક નાયક તેમજ મહેસાણા લોકસભાનાં સાંસદ હરિભાઈ પટેલે પોતાનું નિવેદન આપી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. રાજ્યસભાનાં સાંસદ મયંકભાઈ નાયકે કહ્યું, હું મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. પ્લાન આધારિત શહેરી વિસ્તારોમાં વિકાસ ઝડપી બનશે.રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટનો પણ વધુ લાભ મળશે.
મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવા મામલે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું, હું સર્વપ્રથમ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. મહેસાણા મહાનગરપાલિકા બનતા હવે વિકાસ ઝડપી બનશે. મહાનગરપાલિકામાં વિકાસ આયોજન બદ્ધ થાય છે. ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ ઝડપી બનશે.