Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબીનેટની બેઠક, વિવિધ નિતીવિષયક બાબતો પર થઇ રહી છે ચર્ચા

Live TV

X
  • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં વિવિધ નીતિવિષયક બાબતો પર ચર્ચા કરાશે. બેઠકમાં બજેટ અને બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમીક્ષા કરાશે. ઉપરાંત ગુજરાતમાં યોજાનાર જી-20 ની બેઠકોની તૈયારીઓની સમીક્ષા સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ અને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીઓ અને ઈ સરકાર પ્રોજેકટ સંદર્ભે સમીક્ષા કરશે.

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં સવારે 10 કલાકે  કેબિનેટ બેઠક મળશે. ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમીક્ષા કરવામાં આવશે. G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક પર સમીક્ષા થશે. આ ઉપરાંત G-20 બેઠકને લઈ ગુજરાતમા થનારી બેઠક પર સમીક્ષા થશે.

    અગાઉ મળેલી કેબિનેટમાં લેવાયો હતો નિર્ણય
    નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ-વોકેસનલ વિદ્યાર્થીઓ કે જેઓ 6થી8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply