મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેક્નોલોજી દ્વારા ત્રણ મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યાં
Live TV
-
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેક્નોલોજી દ્વારા ત્રણ મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતને ફ્યુચરિસ્ટીક ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગથી અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતનો જે રોડમેપ બનાવ્યો છે તેમાં પણ ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.
વિવિધ MoU
- માઈક્રોસોફ્ટ સાથે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે MoU.
- રાજ્યમાં AI ની કેપેસિટી વધુ સુદ્રઢ કરવા NASCOM સાથે MoU.
- IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU.
- રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા પાંચ કંપનીઓએ કોર્સ પ્રોવાઇડર્સના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ચાર યુનિવર્સિટીઝ સાથે કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :
- પ્રધાનમંત્રી ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીને પ્રાધાન્ય આપ્યું.
- યુવાનોને વધુ ને વધુ રોજગારીની તકો ડિજિટલ ક્ષેત્રમાં આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
- ગુજરાત પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું.
- 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષમાં ડીપ ટેક્નોલોજી આધારિત કોર્સિસમાં તાલીમ અપાશે.
મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જે MoU સંપન્ન થયા છે તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના કરશે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીઓ વિવિધ ક્ષેત્રોના પાયલોટ પ્રોજેક્ટ્સ, સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર નાગરિકોને અસરકારક સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપી સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પ્રદાન કરશે.
