મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટ બેઠક
Live TV
-
બેઠકમાં રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ અને કોરોના કાળની અસરો બાબતે વિસ્તારથી ચર્ચા કરી ભવિષ્ય માટેના દિશા નિર્દેશ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ અને કોરોના કાળની અસરો બાબતે વિસ્તારથી ચર્ચા કરી ભવિષ્ય માટેના દિશા નિર્દેશ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો., આ ઉપરાંત કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, સંભવિત ત્રીજી લહેર માટેના એક્શન પ્લાન સાથે દેશમાં જોવા મળતા ડેલ્ટા પ્લસ સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારના માર્ગદર્શન અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.. આ ઉપરાંત વહીવટી વિભાગના પ્રશ્નો, પ્રવર્તમાન ચોમાસાની સમીક્ષા સાથે કૃષિક્ષેત્રે અસર કરતા પરિબળો વિશે પણ મંથન કરવામાં આવ્ચું હતું... બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓ અને વિવિધ વિભાગોના સચિવ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
