આજથી અમૂલ દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો
Live TV
-
દેશમાં મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાને કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે અમૂલે દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં 1 જુલાઈથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવશે. અમૂલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની કોઈ પણ બનાવટોના ભાવ વધારવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન ઉર્જા, પેકેજીંગ, લોજિસ્ટિક અને સંચાલનના ખર્ચમાં એકંદરે નોંધપાત્ર વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં જીસીએમએમએફના સભ્ય સંઘો દ્વારા આ સમયે ખેડૂતોને ચૂકવવમાં આવતી કિંમત પ્રતિ કિલો દીઠ રૂપિયા 45 થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે
અમૂલ ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 1.54 પૈસાનો વધારો આપ્યો છે. જૂન મહિનામાં સુમુલ ડેરીએ એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે અમૂલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે.
