Skip to main content
Settings Settings for Dark

પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના અધ્યક્ષસ્થાને રીવ્યુ બેઠક યોજાઇ

Live TV

X
  • રાજયના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી અપીલની સુનાવણી અન્વયે તાજેતરમાં પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના અધ્યક્ષપણા હેઠળ રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં ૨ વર્ષથી વિભાગ કક્ષાએ ૨૨૦ અપીલ અરજીઓ અને વિકાસ કમિશ્નર કક્ષાએ ૧૩૦ મળીને કુલ ૩૫૦ અપીલ અરજીઓ પડતર હોવાનું ધ્યાને આવ્યું હતુ. જે બાબતે વિપુલ મિત્રા દ્વારા અપીલોની સુનાવણી ઇ-ગ્રામ પાવન નેટવર્ક  મારફત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવા જણાવાયું, આમ સમગ્ર અપીલ અરજીઓની સુનાવણી ઓનલાઇન કરવામાં આવશે જે કોવીડના સમયમાં મહત્વનું પગલું  ગણી શકાય છે. આ માટે અરજદારે નિયત તારીખ અને સમયે ઇ-ગ્રામ કેન્દ્ર પર ઉપસ્થિત રહેવાનું રહેશે. તલાટીએ વિડીયો કોન્ફરન્સ પર લોગ ઇન કરવાનું રહેશે. જે તે તાલુકા જિલ્લા પંચાયતના સબંધિત અધિકારીએ પણ હાજર રહેવાનું રહેશે. જયાં ઇ-ગ્રામ નેટવર્ક ઉપલબ્ધ ન હોય તે જિલ્લાની અપીલની સુનાવણી વેબ બેઇઝ વિડીયો કોન્ફરન્સ એપ. મારફતથી હાજર રહેવાનું રહેશે.  ઉપરોકત પદ્ધતિથી અરજદારોને ગાંધીનગર આવન-જાવન અન્વયે સમય અને નાણાંનો ખર્ચ થતો બચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply