પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મહત્વની બેઠક યોજાઈ
Live TV
-
ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે ગૃહ વિભાગની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં રથયાત્રા, સાયબર ક્રાઈમ, આર્થિક ગુનાઓ, ડ્રગ્સ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રાજયમાં આગામી તા. 12 જુલાઈના રોજ રથયાત્રા નીકળશે કે કેમ? તે અંગે સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની એક મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એટીએસના વડા, ગૃહ સચિવ તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.
