Skip to main content
Settings Settings for Dark

I.I.T.Eના અગિયારમાં સ્થાપના દિવસની આજે ઉજવણી કરાઈ

Live TV

X
  • ગાંધીનગરમાં આવેલી I.I.T.E એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચર એજ્યુકેશનના અગિયારમાં સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી નિમિત્તે શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રના રાષ્ટ્રીય કક્ષાના પ્રથમ 'ચાણક્ય એવોર્ડ' સાથે રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજ્યના 12 નિવૃત્ત શિક્ષક પ્રશિક્ષકોને S.I.R એટલે કે સ્ટિલ આઈ રિમેમ્બર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. I.I.T.Eના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં I.I.T.Eની સ્થાપનાનું વિઝન જોયું હતું અને તેને સાકાર કરવાનો માર્ગ ભારતના ટોચના શિક્ષણવિદ્ ડૉ. કિરીટ જોષીએ કરી આપ્યો હતો.આથી I.I.T.E દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કિરીટ જોષી સ્મૃતિ વ્યાખ્યાયનમળા 'પ્રજ્ઞા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનું પ્રથમ વક્તવ્ય N.C.T.Eના ભૂતપૂર્વ ચેરમેન પદ્મશ્રી પ્રોફેસર જે. એસ. રાજપૂતે આપ્યું હતું. ગાંધીનગરના સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1ના સાબરમતી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરી દવે ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply