રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો; છેલ્લા 5 વર્ષમાં 150 વધ્યા
Live TV
-
રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. 1400 જેટલા વનકર્મીઓ આ સિંહની ગણતરીમાં જોડાયા હતા. 2021 માં વન વિભાગના કર્મચારીઓ દ્વારા અવલોકનમાં 674 સંખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર એશિયમાં ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન્સ જોવા મળે છે. ગુજરાતમાં સિંહોનું સારા પ્રમાણમાં સંવર્ધન થઇ રહ્યુ છે. સિહોંની ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. છેલ્લે વર્ષ 2015 સિંહોની ગણતરી કરવામાં આવી ત્યારે તેની સંખ્યા 523 હતી.
આ મામલે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે ચાલુ વર્ષે સિંહોની ગણતરી થઇ શકી નથી પરંતું પુનઃ અવલોકનમાં સિંહની વસ્તી 674 હોવાનું જાણવા મળ્યુ છે.
આ સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી વધારાના સમાચારને લઈને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો છે. ગુજરાતના લોકો અને જેમણે આ માટે પ્રયત્નો કર્યા છે તે બધાના પરાક્રમને સલામ.
