મુખ્યમંત્રી અમદાવાદના અલગ અલગ સાર્વજનીક ગણપતિ ઉત્સવમાં સહભાગી બન્યા
Live TV
-
મુખ્યમંત્રીશ્રીએ એએમસી પ્લોટ સાયન્સ સિટી,ધુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ કે કે નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે પાંચ જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ગોતા, થલતેજ, બોડકદેવ, સાયન્સ સિટી રોડ ખાતેના વિવિધ સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં નગરજનો ના ઉમંગ અને ઉલ્લાસમાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ એએમસી પ્લોટ સાયન્સ સિટી , મધુવૃંદ સોસાયટી ગણેશ મહોત્સવ કે કે નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ વગેરે પાંચ જેટલા સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણપતિ સ્થાપનના ભક્તિભાવ અને શ્રદ્ધા પૂર્વક દર્શન પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગણેશ મહોત્સવમાં દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ભૂલકાંઓ સાથે વડીલ વાત્સલ્ય ભાવથી વાર્તાલાપ કર્યો હતો.સાયન્સ સિટી ખાતે આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા રીન્યુ એબલ એનર્જી મોડેલ સ્ટોલ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો.આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, મેયર પ્રતિભા બહેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ભાઇ ,ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ પક્ષના નેતા ગૌરાંગ ભાઇ અને મ્યુનિસિપલ કાઉન્સિલર અને અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા.
