Skip to main content
Settings Settings for Dark

વધુ વરસાદને લીધે દિવેલાના ઉભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ અંગે લેવાના થતાં પગલા

Live TV

X
  • ગાંધીનગર જિલ્લામાં વરસાદ સારો થયો છે. દિવેલાના ઉભા પાકો છે, તેવા ખેડૂતોને વધુ વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવી જોઇએ. ખેડૂતોને દિવેલાના ઉભા પાકોમાં રોગ ન આવે તે માટે ખાસ તકેદારીના યોગ્ય પગલા ભરવા માટે જિલ્લા ખેતી અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

    જિલ્લા ખેતી અધિકારી, ગાંધીનગરના જણાવ્યા અનુસાર મૂળખાઇ રોગના અસરકારક નિયંત્રણ માટે 1 હેક્ટરમાં 500 કિ.ગ્રા. લીંબોળી કે રાયડાના ખોળ સાથે 5 કિ.ગ્રા. ટ્રાયકોડર્મા હરજીયાનમ પાવડર ભેળવી ચાસમાં આપવાની ભલામણ છે. (ટ્રાયકોડર્મા મેળવવા માટે આપના નજીકની કૃષિ યુનિવર્સીટી અથવા કેવીકે અથવા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાનો સંપર્ક/ મુલાકાત કરવી.) ભાદરવા માસના ઓતરા ચીતરાના તાપમાં મૂળના કોહવારા રોગની તિવ્રતા વધુ જોવા મળતી હોવાથી આ માસમાં ભેજની તંગી અને ગરમી વધુ હોય ત્યારે પાકને જરૂરિયાત મુજબ રાત્રે પિયત આપવું અને પાણીની ખેંચ પડવા દેવી નહીં. આ રોગના રાસાયણિક નિયંત્રણ માટે કોઇ પણ તાંબાયુક્ત દવા (30 ગ્રામ કોપર ઓક્ઝીક્લોરાઈડને 10 લિટર પાણીમાં ઓગાળી) અસરગ્રસ્ત છોડની આજુબાજુ આપીને ખુરપી વડે ગોડ કરવો તેમજ વધુ રોગવાળા છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉખાડી બાળીને નાશ કરવો.

    વધુમાં તેમણે જણાવ્યું છે કે ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત થતા 25 ગ્રામ મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર અથવા 40 ગ્રામ તાંબાયુક્ત કોપર ઓક્ઝીક્લોરાઈડ (50% વેટેબલ પાવડર) ને 10 લિટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો. આ રોગ ભેજવાળા વાતાવરણમાં વધુ ઉગ્ર બનતો હોઇ આ પરિસ્થિતીમાં બે થી ત્રણ છંટકાવ 15 દિવસના અંતરે કરવા. જીવાણુથી થતા પાનના ટપકાના રોગની શરૂઆત થાય કે તરત જ 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન 10 લિટર પાણીમાં અથવા 2.5 ગ્રામ પૌષામાઈસીન 10 લિટર પાણીના દ્રાવણનો છોડ ઉપર છંટકાવ કરવો. ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ સતત પડતો હોય ત્યારે રોગની તીવ્રતા વધુ રહેતી હોય છે. આવી પરિસ્થિતીમાં બીજો છંટકાવ 15 દિવસે કરવો. ગ્રે મોલ્ડ રોગની શરૂઆત થાય ત્યારે 10 મિ.લિ. પ્રોપીકોનાજોલ અથવા 10 ગ્રામ કાર્બેન્ડેઝીમને 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. દિવેલાના પાકમાં રેનીફોર્મ કૃમિનો ઉપદ્રવ ઘટાડવા માટે પાકમાં રીંગ કરી ખાતર સાથે 33 કિ.ગ્રા. કાર્બોફ્યુરાન 3% દાણાદાર 1 હેક્ટર પ્રમાણે આપવું.

    ખેતી અધિકારીએ જણાવ્યું છે કે, વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેતે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જણાવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply