મુખ્યમંત્રી આજે સુઇગામ નજીક આવેલા કુંભારખા ગામે ચાલી રહેલા નિર્માણાધીન તળાવની મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે ગુજરાત સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશન, સુરતના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ અન્ય મહાનુભાવો સાથે મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામશે.
