સુરતના પલસાણામાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો, રવિવારે 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર
Live TV
-
રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના સંભાળીયામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર અને જામનગરના કાલાવાડમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે રાજ્યના 11 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ વલસાડની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
