મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલમાં 10 કરોડના ખર્ચે કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ સિવિલમાં 10 કરોડના ખર્ચે કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે મુખ્યમંત્રીએ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ સ્થિત પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખૂલ્લો મૂક્યો હતો. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ લેબમાં જટિલ ઓપરેશન તેમજ હૃદય સંબંધિત બીમારીઓનું નિદાન કરવામાં આવશે. સુપર સ્પેશ્યાલિટી હ્રદયરોગ વિભાગમાં આધુનિક કેથ લેબ તેમજ 2D ઈકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કેથલેબ વિભાગના સુચારુ સંચાલન અર્થે નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન સહિત રેસિડેન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ, વર્ગ-4 વગેરે ટીમ ફરજ પર કાર્યરત રહેશે. મુખ્યમંત્રી સારવાર માટે આવેલ દર્દીઓ સાથે વાતચીત કરી સરકારની સેવાઓ અંગે પૂછપરછ કરી હતી.