ખેડા: નડિયાદમાં આવેલી નોલેજ હાઇસ્કુલ ખાતે રોબેટિક લેબનું કરાયું ઉદ્દઘાટન
Live TV
-
ખેડા: નડિયાદમાં આવેલી નોલેજ હાઇસ્કુલ ખાતે રોબેટિક લેબનું કરાયું ઉદ્દઘાટન,જિલ્લાના એસપી રાજેશ ગઢીયા ઉપસ્થિત રહ્યા
હાલમાં શિક્ષણમાં નવી શિક્ષણ નીતિ આવી રહી છે. તે અંતર્ગત અને પ્રાથમિક શાળાના એટલે કે ધોરણ 6 ,7 ,8 ના વિદ્યાર્થીઓને અત્યારથી જ રોબોટિક ટેકનોલોજીની ખબર પડે અને આગળ જતા રોબોટિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, શીખે તેમજ નવા આઈડિયા આવે તેનું ઇમ્પલિમેન્ટ પણ થઈ શકે તે હેતુથી ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી નોલેજ હાઇસ્કુલ ખાતે રોબોટિક લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢીયાના હસ્તે રોબોટિક લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ લેબમાં રોબોટિક ટેકનોલોજી ઉપર પ્રેક્ટીકલ અને થિયરીકલ જ્ઞાન આપવામાં આવશે. ભારત સરકારના અભિગમને પહેલ આપવા આ રોબોટિક લેબની શરૂઆત કરાઈ છે. ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.