ડાંગઃ કોટવાડિયા જાતિના આદિમ જૂથના લોકોને વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવાની અપાઈ વિશેષ તાલીમ
Live TV
-
ડાંગઃ કોટવાડિયા જાતિના આદિમ જૂથના લોકોને વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવાની અપાઈ વિશેષ તાલીમ
કોટવાડિયા જાતિના આદિમ જૂથના લોકો વર્ષોથી વાંસમાંથી ટોપલા-ટોપલી બનાવવાનું કામ કરે છે. ત્યારે દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા આ કારીગરોને વિશેષ તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે. કોટવાડિયા જાતિના લોકોની કારીગરી ટોપલા ટોપલી અને સુપડા-સુપડી બનાવવા પૂરતી સીમિત ના રહે અને વાંસમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવે તેવા શુભ આશયથી વઘઈ ખાતે વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં 50 સ્થાનિક લોકોની પ્રકૃતિ વાંસ કામદાર મંડળી બનાવાઈ છે. જેમાં વાંસના રમકડા, ફર્નિચર, ટેબલ, ખુરશી, સહિતની અલગ અલગ કલાકૃતિઓ બનાવવામાં આવે છે. આ કલાકૃતિઓનું વનસ્પતિ ઉદ્યાન ખાતે આવેલ સ્ટોલમાં વેચાણ કરવામાં આવે છે.