અરવલ્લીઃ ભિલોડામાં આવેલા ભવનાથ મંદિરે દર્શન કરવા ઉમટ્યું ભક્તોનું ધોડાપુર
Live TV
-
અરવલ્લીઃ ભિલોડામાં આવેલા ભવનાથ મંદિરે દર્શન કરવા ઉમટ્યું ભક્તોનું ધોડાપુર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો
હાલમાં ચાલી રહેલા શ્રાવણ મહિનામાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચે છે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં જુના ભવનાથ મંદિર તરીકે જાણીતા આ મંદિરની આગળ એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે. આ કુંડમાં બરેમાસ પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે. આ કુંડને ભૃગુ કુંડ તરીકે જાણીતો છે. આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે. અહીં શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.