રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની સંભાવના: હવામાન વિભાગ
Live TV
-
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે.
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, નર્મદા, છોટા ઉદેપુરમાં પણવરસાદી માહોલ રહેશે. તો અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.