મંત્રી પુરુષત્તોમ રૂપાલાએ વડોદરામાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 8મી શાખાનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષત્તોમ રૂપાલાએ વડોદરામાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની આઠમી શાખાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નવી બે લાખ કરતા વધુ સહકારી મંડળીઓ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમજ સહકારી મંડળીઓને સરકારી સેવાઓમાં જોડવામાં આવનાર છે. જેથી લોકોને સારી સુવિધાઓ મળી શકે.
આ અવસરે તેમણે વિવિધ સહકારી ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી હતી.