સુરત પોલીસે સાયબર સંજીવની કાર્યક્રમ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં IT અને સોશિયલ મીડિયા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો
Live TV
-
ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગથી ફાયદો અને છેતરપિંડી બન્ને થઇ રહ્યાં છે. સુરત પોલીસે લોકોને ફ્રોડથી બચાવવા જાગૃતિના કાર્યક્રમ કરી રહી છે. તાજેતરમા સુરત પોલીસે સાયબર સંજીવની કાર્યક્રમ હેઠળ સ્વનિર્ભર શાળાઓના સંચાલકો અને શિક્ષકો માટે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમા સાયબર ફ્રોડ બ્લેકમેઇલ કરી અથવા તો OTP મારફતે કે લિંક દ્વારા છેતરપિંડી કરે છે કે રૂપિયા પડાવવાનો ખેલ કરે છે. આવી બાબતોમા સજાગતા માટેની માહિતી નાટક દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજર આપી હતી. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂરિયાત છે. સાયબર ક્રાઈમ માત્ર પોલીસની નહીં પણ નાગરિકોની પણ લડાઈ છે.