Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેલ મહાકૂંભના રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

Live TV

X
  • અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રામતવિરોના રજીસ્ટ્રેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલ ખેલ મહાકુંભની મોટી સફળતા બાદ આગામી સમયમાં ખેલ મહાકુંભ  2 . 0 નું આયોજન કરવામાં આવી રહયું છે. જે અંતર્ગત આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રામતવિરોના રજીસ્ટ્રેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે ગત ખેલ મહાકુંભમાં 55000 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને નાના-મોટા સૌ આ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવી સ્પર્ધામાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી.આ સમયે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી અને મોટા પ્રમાણમાં ગુજરાતના રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. 

    કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ ગુજરાત ખેલ સહિત દરેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ, આગામી સમયમાં યુવાઓને સ્પોર્ટસ ક્ષેત્રે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply