Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓએ અમદાવાદના સાણંદ ખાતે 'માઇક્રોન' કંપનીના સેમિકંડક્ટર પ્લાન્ટનું કર્યુ ખાતમુહૂર્ત

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પ્લાન્ટથી 20 હજાર જેટલી રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રી મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત શક્ય બન્યુ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીના સેમી કન્ડક્ટર ચીપ માટેની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે અને કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર, અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકારની નવી વિદેશ અને વેપાર નીતિને કારણે ભારતના અન્ય દેશો સાથે વેપાર સંબંધો વધુ ગાઢ બન્યા છે. વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાત એ દુનિયાના દેશો માટે રોકાણ કરવાનું મહત્વનું રાજ્ય બન્યું છે.

    સાણંદ ખાતે માઇક્રોન'ના સેમિકંડક્ટર પ્લાન્ટનું મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. સાણંદ ખાતે માઇક્રોન'ના સેમિકંડક્ટર પ્લાન્ટના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ પ્લાન્ટથી 20 હજાર જેટલી રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. પ્રધાનમંત્રીની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઈક્રોન કંપની દ્વારા સેમિકન્ડકટર ચીપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. 

    તાજેતરમાં G20 સમિટના સફળ આયોજન અંગે  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હી ડેકલેરેશનના તમામ મુદ્દાઓ પર સહમતી અને આફ્રિકી દેશોના સમૂહને G20માં સામેલ કરવાની સહમતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને કારણે મળી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ઉદ્યોગો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધિ છે અને 'ઇઝ ઓફ ડુઈંગ'નું વાતાવરણ પણ છે. ભારતમાં યુવાનોનું વિલ અને ઝીલને કારણે વિશ્વના દેશો ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા માટે તત્પર છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સસ્ટેનેબલ અને સ્કેલેબલ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply