મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નો કરાયો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું.
મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરતા કહ્યું કે, વ્યસન મુક્તિ, સદાચારી અને પ્રમાણિકતાનું નિર્માણ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન રહ્યું છે. એટલુ જ નહીં સંતોની વાણીથી સમાજને એક નવી દિશા મળતી થઈ છે અને કલા અને સંસ્કૃતિનો પોષક સંત સમાજ હર હંમેશથી રહ્યો છે. રાજ્યની વિકાસાત્રાને આગળ વધારવા માટે ધર્મ સંતોનું હરહંમેશ માર્ગદર્શન મળતું રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃતિ અને સમભાવને સૌથી વધુ મહત્વ આપ્યું છે. નરેન્દ્ર મોદીએ આપણી સંસ્કૃતિ વીરાસતને જાળવી રાખીને દેશ અને રાજ્યનો વિકાસ કર્યો છે, એ જ પરંપરા જાળવી રાખીને હું અને મારી ટીમ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી રહ્યા છીએ. દરેક ધર્મોને સાથે લઈને ગુજરાતની આ ડબલ એન્જિન સરકાર સૌ કાર્યોને ઝડપથી પૂર્ણ કરી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, કોરોનાકાળમાં પણ આપણે સૌ સાથે રહીને સેવાકિય કર્યો કરીને જરૂરિયાત મંદો માટે મદદરૂપ બન્યા હતા. નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર 'સૌ સુખી તો આપણે સુખી' ચરિતાર્થ કરીને 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ'ના સૂત્રને પણ સાકાર કર્યું છે.
આ અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીએ સંબોધતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ધર્મ અને સત્તાએ સાથે મળીને કામ કરતું રહેવાનું છે. અમે ધર્મક્ષેત્રથી અને રાજ્ય સરકાર રાજ્ય ક્ષેત્રથી સાથે કામ કરીને દેશ અને રાજ્યના વિકાસના યોગદાન આપતું રહે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને આગેવાનીમાં ગુજરાત સતત આગળ વધતું રહ્યું છે. ગુજરાત શાંતિ પ્રિય છે અને આપણું ગુજરાત દિન પ્રતિદિન વિકસતું રહે એમ સ્વામીજીએ જણાવ્યું હતું.
