ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું
Live TV
-
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ-2022નું આયોજન કરવામાં હતું. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, ખાતે સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પોર્ટસ કાર્નિવલ દરમિયાન શહેરીજનો માટે વિના મુલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજીત 700 કરતા પણ વધારે કલાકારો દ્વારા રોપ યોગા પર્ફોમન્સ, યોગ પિરામીડ પર્ફોમન્સ, જીમ્નેસ્ટીક, સેમી જીમ્નેસ્ટીક, માર્શલ આર્ટસ પર્ફોમન્સ, સ્વોર્ડ પર્ફોમન્સ, ઝુમ્બા અને એરોબિક્સ, ફુટબોલ સ્કીટ એક્ટ, હિપ હોપ પર્ફોમન્સ, યોગા ટ્રેડિશનલ ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંદાજીત 1500 કરતા વધારે ખેલાડીઓ દ્વારા કબડ્ડી, જુડો, યોગા, ટેબલ ટેનિસ, બોક્સિંગ, સ્કેટીંગ, કરાટે, આર્ચરી, ફુટબોલ, રોબોટીક જેવી રમતોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ચાર દિવસ સુધી ચાલેલ આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પોર્ટ્સ કાર્નિવલ દરમ્યાન ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરીને ફુડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ પર્ફોમન્સનો લોકોએ આનંદ લીધો હતો. સ્પોર્ટ્સ કાર્નિવલ દરમ્યાન રાજ્યકક્ષા મંત્રી રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, સંસદ સભ્ય, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાઉન્સીલર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી જીવનમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
