Skip to main content
Settings Settings for Dark

૨૯મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે લેશે.

Live TV

X
  • આગામી ૨૯મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેને ધ્યાને લઇને ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક બેઠક આયોજન અને તૈયારીઓ અંગે  યોજી હતી.આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે ત્યારે તેમનું અદકેરું સ્વાગત થવું જોઇએ.તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાર્કિંગ અંગે ત્રણેય જિલ્લા વચ્ચે સંકલનથી કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુણાત્મક રીતે કાર્ય કરીને વિવિધતા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત થાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

    પ્રધાનમંત્રીની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે હોર્ડિંગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાર્કિંગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રધાનમંત્રીનું સ્વાગત નાવિન્યપૂર્ણ રીતે થાય તે માટેના આયોજનોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને આવકારવાં માટે બેથી અઢી લાખ લોકો જવાહર મેદાન ખાતે ઉમટી
    પડશે. આ ઉપરાંત તેમના રોડ શો માં ૫૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply