Skip to main content
Settings Settings for Dark

જે પી નડ્ડા એ "નમો ખેડૂત પંચાયત" કાર્યક્રમ અંતર્ગત ઇ-બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે ગાંધીનગરમાં "નમો ખેડૂત પંચાયત" કાર્યક્રમ અંતર્ગત ઇ-બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.આજના પ્રસંગે  જે પી નડ્ડાએ જણાવ્યું કે, નમો કિસાન પંચાયત અંતર્ગત રાજ્યનાં 14 હજાર 200 ગામડાઓમાં તેમજ તમામ 182 વિધાનસભા ક્ષેત્રોમાં આ ઈ-બાઇક એલઇડી સાથે પરિભ્રમણ કરીને કિસાનલક્ષી યોજનાઓની માહિતી આપશે.તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ અંદાજપત્રમાં લગભગ છ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 11 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં દર ત્રીજે મહિને 2,000 રૂપિયા ખાતામાં જમા કરાવીને 1 લાખ 36 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વીમા યોજના "ઇ મંડી" માર્કેટ જેવી અનેક યોજનાઓ લાગુ કરીને ખેડૂતોને સશક્ત કરવાનું ખૂબ મોટું કામ દેશમાં કર્યું છે.

    સી.આર.પાટીલે જણાવ્યું કે, આ વખતે સારો વરસાદ થવાથી ખેડૂતોને પાક સારો થશે અને આવકમાં પણ વધારો થશે, જેથી ખેડૂત સમૃદ્ધ થશે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આજરોજ એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે તેના થકી વધુને વધુ કિસાનોને ભારતીય જનતા પાર્ટીમાં એક મિસકોલ દ્વારા જોડી શકાશે "73 044 73 044" નંબર પર મિસ કોલ કરીને કોઈ પણ ખેડૂત મિત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકશે.
     
    આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશ પટેલે જણાવ્યું કે રાજ્યના 14 હજાર 200 ગામોમાં 1700 જેટલા કાર્યકર્તાઓ 15 દિવસ સુધી સતત પ્રવાસ કરીને 20 લાખ જેટલા કિસાન ભાઈઓનો સંપર્ક કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply