Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકામાં અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે ગઈકાલે સરકીટ હાઉસ ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેકટર આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રીના મુખ્ય કાર્યક્રમ ૨૯ સપ્ટેમ્બરે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.

    પ્રધાનમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત ૩૧૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થશે. બેઠકમાં મ્યુ.કમિશનર શ્રી બંછાનિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply