Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કેન્દ્રિય યુનિવર્સિટીમાં હિન્દી પખવાડિયા -૨૦૨૨ અંતર્ગત વિશેષ વ્યાખ્યાનનુ આયોજન કરાયું

Live TV

X
  • 14મી સપ્ટેમ્બર, 1949ના રોજ, દેશની બંધારણ સભાએ સર્વાનુમતે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી અને તેથી દર વર્ષે 14મી સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે. આ હિન્દી પખવાડિયા દરમિયાન મંત્રાલયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ગુજરાત કેન્દ્રિય યુનિવર્સિટીના કેમ્પસમાં હિન્દી પખવાડિયા-૨૦૨૨નું વિશેષ વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને હિન્દીના વિષય પર મુખ્ય અતિથિ સ્વામી અભિષેક બ્રહ્મચારી, મુખ્યવક્તા રોહિત કુમાર સિંહે યુવા ચેતના સંગઠનના રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા સાથે પોતાનું વ્યક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.રમા શંકર દુબેએ ઉપસ્થીત શ્રોતાઓને વિષય વિશેષ માહિતી આપી આજની જરૂરિયાત અનુસાર સત્વરે હકારાત્મક અભિગમ અપનાવીને આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply