Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવની ગરિમામય ઉજવણી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના અગ્રણી સાહસ ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ’ (GNFC) ના સુવર્ણ જયંતી (ગોલ્ડન જ્યૂબિલી) મહોત્સવની ગરિમામય ઉજવણી કરાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, GNFCની પાંચ દાયકાની સફળતા ગુજરાતના વિકાસ અને આત્મનિર્ભર ભારત માટેની એક અનન્ય ગાથા છે.

    મુખ્યમંત્રીએ GNFC પરિવારને આહવાન કર્યું હતું કે, કંપની પોતાના વર્તમાન 7 હજાર કરોડના પ્રોજેક્ટ્સને 10 ગણા વધારીને વર્ષ 2047 સુધીમાં ₹70 હજાર કરોડ સુધી લઈ જાય. પ્રધાનમંત્રી મોદીએ દેશના પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગ્સ (PSU) ને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને પ્રોફિટેબલ બનાવ્યા છે, જેનો લાભ લઈને કંપનીએ વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવું જોઈએ. નીમ પ્રોજેક્ટ હેઠળ લીંબોડી એકઠી કરવાના કાર્યમાં અંદાજે 4.50 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આર્થિક રીતે પગભર કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ મેનેજમેન્ટને બિરદાવ્યું હતું.

     ભરૂચ જિલ્લાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 'વિઝન 2047' અંતર્ગત ગામો દત્તક લેવાની જાહેરાત કરાઈ છે.આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રીના હસ્તે નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક નું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ કંપનીની 50 વર્ષની સફર દર્શાવતી ‘કોફી ટેબલ બુક’નું વિમોચન પણ કરાયું હતું.GNFCના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું કે, કંપની ભવિષ્યમાં ‘Consolidate, Expand, and Diversify’ ના ધ્યેય સાથે આગળ વધશે. કંપનીએ અત્યાર સુધીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ₹200 કરોડનો CSR ખર્ચ કર્યો છે. રાજ્યની નવી ઉદાર ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં 25 થી 30 ટકા સુધીના ઇન્સેન્ટિવ્સની જોગવાઈ હોવાથી GNFCના પ્રોજેક્ટ્સને નવો વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply