Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 કરી જાહેર

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 કરી જાહેર, ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનું લક્ષ્ય

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 'ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025 (GECMS-2025)' જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે.

    આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે, કેન્દ્ર સરકારના MeitY (Ministry of Electronics and Information Technology) દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100 ટકા સહાય અને પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ છે કે, ગુજરાતમાં સ્થપાનારા આવા MeitY મંજૂરી મેળવેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.

    GECMS-2025 કેન્દ્ર સરકારની ECMS પોલિસીને સંપૂર્ણપણે સુસંગત છે અને 100 ટકા ટોપઅપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય ઉપલબ્ધ કરાવાશે. MeitY દ્વારા એકવાર ECMS હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયા બાદ 30 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે, જે રોકાણકારો માટે સમયબદ્ધતા અને સરળતા પૂરી પાડશે.

    ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે. આ નવી નીતિના પરિણામે અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળશે, જેનાથી આયાત નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે.

    આ નીતિ દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂ. 35 હજાર કરોડથી વધુના નવા રોકાણો આકર્ષવાનો અને વધુને વધુ હાઈ-સ્કિલ્ડ રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. GECMS પોલિસી મલ્ટી લેયર અને HDI પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, SMD પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન આપશે.

    પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે પણ ઉદારતમ સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ રૂ. 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય મળવા પાત્ર થશે. GECMS અંતર્ગત ટર્નઓવર લિંક્ડ ઇન્સેટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે.

    નીતિના મુખ્ય હેતુઓ અને પાત્રતા:

    હેતુઓ: વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું, સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો.

    પાત્રતા: ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 31 જુલાઈ, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે. કેન્દ્ર સરકારના MeitY દ્વારા સહાય મંજૂર થયેલા અને ગુજરાતમાં કાર્યરત અથવા સ્થાપિત થવા ઈચ્છતા પ્રોજેક્ટ્સને આ નીતિનો લાભ મળશે.

    પ્રોત્સાહનો અને વિતરણ: જે એકમો ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 હેઠળ સહાય મેળવતા ન હોય તેવા એકમો આ નવી નીતિ હેઠળ લાભ મેળવી શકશે, જોકે બંને નીતિઓનો લાભ એકસાથે મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત વધારાની સહાય અપાશે. ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર 30 કાર્ય દિવસમાં સહાય ચૂકવશે.

    આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે અને તેનું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા કરવામાં આવશે. આ પોલિસી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે અને રાજ્યને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવામાં મદદરૂપ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply