Skip to main content
Settings Settings for Dark

આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી, 12 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Live TV

X
  • રવિવારે રાજ્યના 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડીયા તાલુકામાં સાત ઈંચ તો બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો

    ગુજરાતમાં તારીખ 16મી જૂને ચોમાસાનો સતાવાર પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે 23 જૂનના રોજ 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 150થી વધુ તાલુકાઓમાં વરસાદે હાજરી પુરાવી હતી. જામનગરના જોડીયા તાલુકામાં સાત ઈંચ તો બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ક્યાંક પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. રાત્રિના 10 વાગ્યા બાદ સુરતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા.

    આજે કયા-કયા જિલ્લામાં છે વરસાદની આગાહી ?

    ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ
    યલો એલર્ટ: ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply