મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં ભાજપના કાર્યકરો અને ચુંટાયેલા સભ્યો સાથે કર્યો વન ટુ વન સંવાદ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચુંટાયેલા સભ્યો સાથે વન ટુ વન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત થકી અપાતા સંદેશ જન જન સુઘી પહોચાડી લોકોને સરકારની યોજનાઓથી માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં પાટણની પશ્ચિમ તરફ નર્મદા મુખ્ય કેનાલ તરફ઼ના ગામડાઓમાં સિંચાઇના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, સાંસદ ભરત ડાભી, સહિત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુઘી પહોચાડવા અનુરોધ
બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકરોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મન કી બાત થકી અપાતો સંદેશ જન જન સુઘી પહોચાડી લોકો સરકારની યોજનાઓથી લાભાન્વિત બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુઘી પહોચાડવા અનુરોધ કર્યો હતો.આ મહાનુભવો રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં ભાજપ જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર,ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, સાંસદ ભરતભાઈ ડાભી, પુર્વ મહામંત્રી કે સી પટેલ,ભાજપ ઉપાઘ્યક્ષ નંદાજી ઠાકોર, મયંકભાઇ નાયક સહીત સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.