મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યાં
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘સત્તા નહીં, સેવા’ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની સુશાસન યાત્રા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
‘રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ’ના અભિગમથી તેમણે વિકાસની રાજનીતિને નવી દિશા આપી છે. ગુજરાતના વિકાસ મોડલથી દેશના વિકાસને વેગ મળ્યો છે, જ્યારે જનકલ્યાણ, ટેકનોલોજી અને પારદર્શક શાસનથી કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
