Skip to main content
Settings Settings for Dark

બેચરાજીના રણેલા ગામે ખેડૂતો માટે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

Live TV

X
  •  બેચરાજી તાલુકાના રણેલા ગામે 6 ઑક્ટોબર, 2026ના રોજ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી.

    શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી, જમીનની ફળદ્રુપતા જાળવવા, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મદદનીશ બાગાયત નિયામક એચ.એસ. પ્રજાપતિ, બાગાયત અધિકારી જી.જે. ચૌહાણ તથા કૃષિ નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. શિબિરનો હેતુ બાગાયતી પાકોનું વાવેતર વધારી ખેડૂતોની આવકમાં વધારો કરવાનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply