માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો
Live TV
-
માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત માહિતી આયોગ દ્વારા સુરત ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પરિસંવાદ યોજાયો હતો.
‘માહિતી અધિકાર અધિનિયમ, 2005નું અમલીકરણ અને જવાબદારીનું સુદૃઢીકરણ’ વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં નર્મદા સહિત વિવિધ જિલ્લાના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓ જોડાયા હતા. રાજ્ય માહિતી કમિશનર મનોજ પટેલે માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓ, અધિકારીઓની જવાબદારીઓ અને કાયદાના અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
